Sunday, April 21, 2013

તા-૨૦-૦૪-૨૦૧૩નાં રોજ યોજાયો ગાભાવાલા પરિવાર નો સ્નેહમિલન સમારંભ.

વિશા ખડાયતા ઉમરેઠ એક્ડામાં સન્માનીય સ્થાન ધરાવતા ગાભાવાલા પરિવાર નો સ્નેહ મિલન સમારોહ આજરોજ નાસીક્વાલા હોલ , ઉમરેઠ ખાતે યોજાયો હતો. સમારંભ માં ભાગ લેવા માટે ઉમરેઠ થી દુર રહેતા ગાભાવાલા પરિવાર નાં સદસ્યો સહપરિવાર આવ્યા હતા અને એક બીજાને મળીને ભાવવિભોર બન્યા હતા. દરેક વ્યક્તિ નો એક જ સૂર હતો કે આ રીતે સ્નેહમિલન સમારોહ યોજવાના કારણે સૌને એકબીજા ની નજીક આવવાની તક મળી છે. અને આ સમારોહ એક રીતે નવી પેઢી ને એકબીજા સાથે ઓળખાણ કરવા માટે નું એક પ્લેટફોર્મ પૂરું પડશે અને ખરેખર એક ગાભાવાલા તરીકે સમારોહ માં ભાગ લઈને લાગ્યું કે આ વાત તદ્દન સાચી છે. ઉપરાંત ગાભાવાલા પરિવાર નાં મોભી શ્રી ચંદ્રકાંત ભાઈ ચોકસી( ગાભાવાલા) નાં માર્ગદર્શન પ્રમાણે એમ પણ નક્કી કરવામાં આવ્યું કે તેઓના સહીત દરેક ગાભાવાલા પરિવાર જે બીજી અટક સાથે ઓળખાણ ધરાવે છે તે  પણ પોતાની અટક પાછળ "ગાભાવાલા" અટક ઉમેરશે.
આ સમારંભ નાં હોસ્ટ શ્રી જસવંતલાલ સતીલાલ ગાભાવાલા પરિવાર હતા. જેઓ છેલ્લા ઘણા વર્ષો થી મુંબઈ માં સ્થાયી થયા છે. પરંતુ તેઓનો પરિવાર ઉમરેઠ સમાજ સાથે જોડાયેલો છે. 
એક દિવસ નાં આ પ્રોગ્રામ માં બપોરના સમારંભમાં સિત્તેર વર્ષથી ઉપરના ગાભાવાલા પરિવાર નાં વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ  એન્ટરટેન્મેન્ટ પ્રોગ્રામ હતો જેમાં સૌએ  ઓર્કેસ્ટ્રા તરફથી સુંદર ગીતો ની રમઝટ બાદ ગરબા ની મજા પણ માણી હતી. 
આ સમારંભ નાં આયોજન બદલ સૌ પરિવારો એ હોસ્ટ ફેમીલી નો આભાર વ્યક્ત કર્યો હતો ...